Tuesday, December 3, 2013
બસ તારા માં જ રહું ???
Labels: gujarati,poem,spirituality,general
gujarati blog,
gujarati kavita,
relation,
sambandh,
saumisha
Thursday, September 19, 2013
તારું જ વળગણ
એક સાવ એકલી સાંજ
તારા વગર ની.બહુ ભાર રૂપ લાગી ...
વિચારો વિરમ્યા જ નહિ ...
આ મારી બે નાનકડી આંખો ને ....
નદી કિનારે અસ્તાચળ થતો સુરજ બતાવ્યો ..
Labels: gujarati,poem,spirituality,general
chand,
gujarati blog,
gujarati kavita,
love,
prem,
saumisha,
virah geet
Wednesday, September 18, 2013
અદ્દભુત ...
આહા તારી વાતો અદ્દભુત ..
તારો સાથ અદ્દભુત ...
અને સૌથી વધુ અદ્દભુત ...તારી અને મારી મગજમારી ...
તું જીતી જાય તો હું હારી કેમ ગયી એની જીદ ...
અને તું હારી જાય તો મારે જીતવું નહતું એવો અફસોસ ...
બધુજ અદ્દભુત ....
Labels: gujarati,poem,spirituality,general
gujarati blog,
gujarati kavita,
love,
relation,
wisdom
Tuesday, September 17, 2013
अनंत चतुर्दशी
अपनी रोजमर्रा की जिंदगी से परेशान लोग ,ब्रेकिंग न्यूज़ की बाढ़ में बह जाने वाले लोग ,अब तो प्याज़ के बदले टमाटर काटते है तब भी आंसू निकल जाते है ऐसी महेंगाई में खुद के परिवार की ख़ुशी के लिए रात दिन दौड़ने वाले लोग,… सभी के चेहरे पर ख़ुशी की लहर दौड़ गई है. और भाई,आखिर ख़ुशी क्यों ना हो? सृष्टि के सर्जनहार,सुखकर्ता,दुखहर्ता,विघ्नविनाशक गणपति जो हमारे बिच हमारे साथ घर पर रहने आये है।
Labels: gujarati,poem,spirituality,general
anant chaturdashi,
ganpati,
moraya,
wisdom
Monday, September 16, 2013
કટાક્ષ ગીત
આહા ...આંખ બંધ તો બધું બંધ ..
આંખ ખુલી તો દ્રશ્ય પ્રપંચ ...
જાત મારી મે જ પીછાણી ..
બધા સામે લોલમલોલ ...
સવાર ભાગુ સાંજ ભાગુ ...
જીવન મારું હાલકડોલ ..
રિક્ષા માં લટકું ટ્રેન માં લટકું
તોય બધું જોલમ જોલ ..
આંખ ખુલી તો દ્રશ્ય પ્રપંચ ...
જાત મારી મે જ પીછાણી ..
બધા સામે લોલમલોલ ...
સવાર ભાગુ સાંજ ભાગુ ...
જીવન મારું હાલકડોલ ..
રિક્ષા માં લટકું ટ્રેન માં લટકું
તોય બધું જોલમ જોલ ..
Labels: gujarati,poem,spirituality,general
gujarati blog,
gujarati geet,
kataksh geet,
saumisha
Saturday, September 7, 2013
પ્રિયતમ તારી યાદ માં
Labels: gujarati,poem,spirituality,general
gujarati blog,
gujarati geet,
priyatam,
saumisha
સ્નેહ નું બંધન
Labels: gujarati,poem,spirituality,general
gujarati kavita,
old age,
saumisha,
sneh bandhan
Tuesday, September 3, 2013
આપણે બે જ
Labels: gujarati,poem,spirituality,general
gujarati blog,
gujarati kavita,
love,
old age,
prem,
sambandh
Thursday, July 11, 2013
चला कर ....
गाफिल यु वक़्त न बिता ऐसे ही ...
जिन्दगी हे छोटी सी कुछ नया कर ...
परेशानी तो युही छूती ही रहेगी ..
अपने आपको ज़माने से उचा कर ...
क्या भरोसा अगले ही पल का ,कया हिसाब रखना ..
जो भी मिले उसे अपनाके गुनगुनाता चल ...
सबकुछ बदल जायेगा किस्मत भी ,शोहरत भी ..
एकबार तू अपने आप में ही आप को जीता चल ...
इंसानों की बस्ती में यहाँ हेवान मिला करते हे अक्सर ..
रुसवा हुआ किसी से तो भुलाकर चलाकर ..
अजीब हे जिन्दगी ,यहाँ हजारो भरम हे ..
तू शुरवीर ,धर्मवीर अड़ग होकर चला कर ....
-सौमिषा
Saturday, June 29, 2013
Tuesday, June 18, 2013
એકબીજાને ગમતા રહીએ...
કે વગર વિચાર્યે કેમ તું મારા પર છવાઈ જાય છે .
રાતે સુતા,સવારે ઉઠતા ભગવાન ને બદલે
તારું નામ લેવાઈ જાય છે .
વિતાવેલી પળો અંકિત થઇ ગઈ સ્મરણપટ પર
ચાલતા ચાલતા એ ચલચિત્ર દેખાઈ જાય છે .
આ-કર્ષણ નું રૂપાંતર આકર્ષણ માં,
શા માટે એ વધુ વિસ્તરી જાય છે
અજાણતા જ મારી ભીતર રહેલો હું,
તારી તરફ ખેચાઇ જાય છે .
આ બધું જ થઇ રહ્યું છે મારી જાણ બાહર
નથી કોઈ દવા જે કરે આના પર અસર
બસ સાથે આમજ મળ્યા કરીએ,અલક-મલક ની વાતો કરીએ
તું શોધ મને તુજ માં હું શોધુ તને મુજ માં, આમજ સંતાકુકડી રમતા રહીએ
એકબીજાને ગમતા રહીએ એકબીજાને ગમતા રહીએ ...
--સૌમિષા
Labels: gujarati,poem,spirituality,general
gujarati,
gujarati blog,
gujarati kavita,
prem,
sambandh
Monday, May 20, 2013
હું નિર્દોષ તો છુંને ???
દેખાય હસતા રમતા જે ચહેરા જુદા જુદા, એની ઉપર છે કેટલા પહેરા જુદા જુદા,
જોજો જરા ચેતીને એને સ્વીકારજો, મળશે ફૂલોના વેશમાં કાંટા જુદા જુદા.
જોજો જરા ચેતીને એને સ્વીકારજો, મળશે ફૂલોના વેશમાં કાંટા જુદા જુદા.
- ઋષભ ત્રિવેદી
ક્યારેય જેલમાં ન ગયેલો માણસ પણ ગુનાઈત હોઈ શકે છે. કોઈનું દિલ દુભાવવાની કોઈ સજા કાયદામાં નથી. દિલ દુભાવવું એ ગુનો હોત તો કેટલા લોકો સજા ભોગવતા હોત? હિંસા માત્ર શારીરિક હોતી નથી. માનસિક હિંસા વધુ ક્રૂર અને ખતરનાક હોય છે. કોઈના હાથપગ તોડીએ તો જેલમાં જવું પડે પણ કોઈનું દિલ તોડો તો કંઈ જ થાય નહીં. આપણે ક્યારેય વિચાર્યું છે કે હું કેટલો નિર્દોષ છું ?
દરેક માણસમાં નાનો કે મોટો તાલિબાન જીવતો હોય છે, જે પોતાના કબજાના માણસોને કંટ્રોલ કરતો રહે છે. ઘણાં મા-બાપ પણ એવાં હોય છે. તારે સ્લીવલેસ ડ્રેસ નથી પહેરવાનો, ટેટુ કરાવ્યું છે તો હું તારા ટાંટિયા તોડી નાખીશ, હું કહું એ જ તારે ભણવાનું છે, છોકરો થઈને બુટ્ટી પહેરતા તને શરમ નથી આવતી? સારું શીખવાડવાના નામે સંતાનોનું બૂરું કરનારાઓની બહુમતી છે.
Labels: gujarati,poem,spirituality,general
duplicate,
friendship,
gujarati,
gujarati blog,
hinsa,
nirnay,
priya vyakti,
relation,
sambandh,
wisdom
Friday, May 10, 2013
તને શું જોઈએ ???
એક છોડ મારા દિલ માં એ ઉગ્યો
અને તું એને રોજ પાણી પાયે ...
જો કેટલાય પુષ્પો ઉગી નીકળ્યા ...
દેખાય છે ....
લાલ ,ગુલાબી ..અને આ મારું ખાસ પીળું .......
કયું આપું તને ???
એક પણ નહિ ....
કેમ ???
તને જે પુષ્પ જોઈએ છે ....એ આમાં નથી ..
તો ...
ક્યાં છે ???
એ મારા હોઠ પર છે ..
મારું સ્મિત ...!!!
-- સૌમિષા
અને તું એને રોજ પાણી પાયે ...
જો કેટલાય પુષ્પો ઉગી નીકળ્યા ...
દેખાય છે ....
લાલ ,ગુલાબી ..અને આ મારું ખાસ પીળું .......
કયું આપું તને ???
એક પણ નહિ ....
કેમ ???
તને જે પુષ્પ જોઈએ છે ....એ આમાં નથી ..
તો ...
ક્યાં છે ???
એ મારા હોઠ પર છે ..
મારું સ્મિત ...!!!
-- સૌમિષા
Labels: gujarati,poem,spirituality,general
gujarati,
gujarati kavita,
kavita,
lagani,
prem,
sambandh,
wisdom
Tuesday, April 23, 2013
એક સમી સાંજે ....
ચાલ ...એક સમી સાંજે ....
બધું એક ખૂણા માં મૂકી ....
સાવ ,ખાલી થયી ને મળીયે ....
ના હોઈ કોઈ સંવાદ તોય ....
એકાકીપણું નહિ ........
એ એકાંત ને મન ભરી ને માણીએ ....
મારો ખાલીપો ....ખાલીપો ના રહે ...
કશું જ મારા માં ના રહે ...તોય હું ...
ભરપુર ......
ભૂલી જાવ ખુદ ને ખાલી તું યાદ રહે ...
ક્યાં જગ્યા રહી હવે બીજી ચર્ચા -વિચારણા ની ...
તારા શ્વાસ ને હું જીવું ...અને
મારા શ્વાસ ને તું ......
કોઈ જ સંવાદ ના રચાય ...
બસ ....સાવ ખાલી થયી ને ...
એ એકાંત ને મન ભરી ને માણીએ ....
ચાલ એક સમી સાંજે ....
એક ઢળતી ઢળતી સાંજે ....
સાવ ખાલી થયી ને મળીયે ...
--સૌમિષા
બધું એક ખૂણા માં મૂકી ....
સાવ ,ખાલી થયી ને મળીયે ....
ના હોઈ કોઈ સંવાદ તોય ....
એકાકીપણું નહિ ........
એ એકાંત ને મન ભરી ને માણીએ ....
મારો ખાલીપો ....ખાલીપો ના રહે ...
કશું જ મારા માં ના રહે ...તોય હું ...
ભરપુર ......
ભૂલી જાવ ખુદ ને ખાલી તું યાદ રહે ...
ક્યાં જગ્યા રહી હવે બીજી ચર્ચા -વિચારણા ની ...
તારા શ્વાસ ને હું જીવું ...અને
મારા શ્વાસ ને તું ......
કોઈ જ સંવાદ ના રચાય ...
બસ ....સાવ ખાલી થયી ને ...
એ એકાંત ને મન ભરી ને માણીએ ....
ચાલ એક સમી સાંજે ....
એક ઢળતી ઢળતી સાંજે ....
સાવ ખાલી થયી ને મળીયે ...
--સૌમિષા
Labels: gujarati,poem,spirituality,general
gujarati,
gujarati blog,
gujarati kavita,
prem,
relation,
sambandh,
wisdom
Monday, April 8, 2013
તારી યાદ જો આવી ....
શ્વાસ ની એ રીધમ ખોરવાઈ ગયી તારી યાદ જો આવી ....
વ્યસ્તતા માં પણ હું વિસરાઈ ગયી તારી યાદ જો આવી ..
કોને કહું કે આ વિહવળતા શાને કાજ ??
આંસુ એ અકળાવી તારી યાદ જો આવી ...
તારી છબી ને ક્યાં સુધી ચૂમ્યા કરું દિન રાત ..
પ્રસંગ એ મુલાકાત નો પાછો આંખ માં આવ્યો તારી યાદ જો આવી ...
આમ સરતી રહું કે મરતી રહું કઈ ખબર ના પડે ..
હર શ્વાસ પર તારું નામ બક્ષે જીવન, તારી યાદ જો આવી ...
તું મળવા આવે એના કરતા મળી ને જાય એ મુશ્કેલ ...
રોજ મળવા ના સપના જોવાના તારી યાદ જો આવી ...
પીંખાઇ ગયું મારું મગજ ..મારી કઈ ખબર નહિ ...
બધું અસ્તમ -વ્યસ્તમ તારી યાદ જો આવી .....

dil,
gujarati,
gujarati blog,
gujarati kavita,
kavita,
lagani,
man,
prem,
priya vyakti,
sambandh,
wisdom
Monday, April 1, 2013
સમજી જા તું ...
કેમ ભાવનાઓ ને જરૂર પડે છે શબ્દો ની મને સમજી જા તું
શબ્દો છેતરે છે હું નહિ ,એ સત્ય સમજી જા તું ...
શબ્દો છેતરે છે હું નહિ ,એ સત્ય સમજી જા તું ...
પ્રેમ ને ત્રાજવા માં કદી મપાય નહિ ,
માંગીશ એના કરતા વધુ મળશે,સમજી જા તું ...
માંગીશ એના કરતા વધુ મળશે,સમજી જા તું ...
મારી આંખો થી દિલ માં સમાયી ગયી તું
આ દ્વાર ને ભીંજવતા તું પણ ભીંજાઈ જઈશ ,સમજી જા તું ...
આ દ્વાર ને ભીંજવતા તું પણ ભીંજાઈ જઈશ ,સમજી જા તું ...
મારા અશ્રુ મારી પાસે જ રહેવાદે ,
હું ભીંજાવીશ તને વ્હાલથી,પ્રેમ થી,ચુંબન થી સમજી જા તું ...
હું ભીંજાવીશ તને વ્હાલથી,પ્રેમ થી,ચુંબન થી સમજી જા તું ...
અફસોસ છે કે હું તારી પાસે નથી ,
મારા શ્વાસો ની વ્યથા સાંભળી સમજી જા તું ...
મારા શ્વાસો ની વ્યથા સાંભળી સમજી જા તું ...
દર્પણ માં ખુદ ને શોધતા
ચેહરો તુજ દેખાય સમજી જા તું ...
ચેહરો તુજ દેખાય સમજી જા તું ...
રણ માં ઉડતી ધૂળ ની ડમરી
એમાં તે ખીલાવ્યું ગુલાબ ,સમજી જા તું ...
એમાં તે ખીલાવ્યું ગુલાબ ,સમજી જા તું ...
બાગ ના પીળા ગુલાબ પર બેઠેલો ભ્રમર
આ ગણગણતો પ્રેમ ,સમજી જા તું ...
આ ગણગણતો પ્રેમ ,સમજી જા તું ...
હાથ માં હાથ નાખી જીવનપથ પર ચાલવા,
માંડશું ડગ સંગાથે, આ ભાવ સમજી જા તું ...
માંડશું ડગ સંગાથે, આ ભાવ સમજી જા તું ...
તર્ક ની તીક્ષ્ણ ધાર ને સમજણ ની મ્યાન માં મુકી ,
સમર્પણ કરતો પ્રેમ સમજી જા તું ...
સમર્પણ કરતો પ્રેમ સમજી જા તું ...
મારું અને તારું આકાશ અલગ નથી,
બંને નું એક જ ભાવ વિશ્વ , સમજી જા તું ...
બંને નું એક જ ભાવ વિશ્વ , સમજી જા તું ...
આ કાવ્ય કોણ લખે છે?
હું કે મારી ભીતર રહેલી તું , સમજી જા તું ...
હું કે મારી ભીતર રહેલી તું , સમજી જા તું ...
--- સૌમિષા
Labels: gujarati,poem,spirituality,general
dil,
friendship,
gujarati,
gujarati blog,
gujarati kavita,
india,
kavita,
lagani,
prem,
relation,
sambandh
Thursday, March 21, 2013
મન થયું છે ....
ઈચ્છા ઓ નું બીજ મોટું થયું છે ,તને મન ભરી ને જોવાનું મન થયું છે ...
તારા વિશાળ દરિયા જેવા દિલ ની લાગણી ઓ બધી ખારી -ખારી
કોયલ ટહુકે છે જો કેવી આંબા ડાળે,મને તનેય બોલવાનું મન થયું છે ....
ચાલ ખોવાઈ જઈએ કંઈ રમતા રમતા, ડાળી ઓ ને પણ જુક્વાનું મન થયું છે ....
ચાલ ખોવાઈ જઈએ કંઈ રમતા રમતા, ડાળી ઓ ને પણ જુક્વાનું મન થયું છે ....
કાલ કેવી ઉગશે અહી કોને ખબર? બસ આજને મહેકાવવા નું મન થયું છે ....
તારો પ્રેમ મારા માટે જાણે પત્ત્થર ની લકીર,એને ફૂલો થી પીગળવા નું મન થયું છે ...
ચાલ ચોરી લયીએ બે - ચાર હસી ની પળ, જમાના થી ભાગવાનું મન થયું છે ...
ક્ષિતિજો પણ મળે છે જો કેવી આકાશ માં,અકારણ ,કારણ શોધવાનું મન થયું છે ..
ક્યાં સુધી ભીતર ઘુઘવાયા કરવું, લાગણીઓ ને વાચા આપવાનું મન થયું છે ...
ક્યાં સુધી ભીતર ઘુઘવાયા કરવું, લાગણીઓ ને વાચા આપવાનું મન થયું છે ...
આંખો ની ભાષા તો કેટલીય સમજુ હું,બસ તારી અભિવ્યક્તિ સાંભળવાનું મન થયું છે ...
મારી અધકચરી લાગણીઓ સુકાય રણ ની જેમ,એનેય ભીંજાવાનું મન થયું છે ...
તું બોલે બે-ચાર શબ્દો તો હું પણ સેતુ બાંધુ,શૂન્યતા માં સર્જન કરવાનું મન થયું છે ...
થોડા શબ્દો ખર્ચાય જાય તો ખોટ શેની ? ઉભરો ખાલી કરવાનું મન થયું છે ...
તું બોલે બે-ચાર શબ્દો તો હું પણ સેતુ બાંધુ,શૂન્યતા માં સર્જન કરવાનું મન થયું છે ...
થોડા શબ્દો ખર્ચાય જાય તો ખોટ શેની ? ઉભરો ખાલી કરવાનું મન થયું છે ...
તારા વિશાળ દરિયા જેવા દિલ ની લાગણી ઓ બધી ખારી -ખારી
તોયે એને નદી ની જેમ મળવાનું મન થયું છે ..
ક્યાં સુધી આમ વિચારી -વિચારી ને જીવવું ,વિચાર્યા વગર વહેવાનું મન થયું છે ...
ક્યાં સુધી આમ વિચારી -વિચારી ને જીવવું ,વિચાર્યા વગર વહેવાનું મન થયું છે ...
એક દિવસ આવશે કે તું મને શોધીશ હર જગહ, કૈક એવી રીતે ખોવાઈ જવાનું મન થયું છે ....
ત્યારે આંખ બંધ કરજે તો તું મનેજ પામીશ, બસ તારામાજ સમાઈ જવાનું મન થયું છે ...
સાવ આંખ ખોલી નાખું તો આ સ્વપ્ન તુટી જ જશે,બસ એટલેજ આમ ઉંઘતા રહેવાનું મન થયું છે ...
સાથ માં નહિ તો બસ આમ યાદ માં જીવી લઉં તારી, એટલેજ તો આ કાગળ માં ઉતારવાનું મન થયું છે ..
-- સૌમિષા
Labels: gujarati,poem,spirituality,general
dil,
friendship,
gujarati,
gujarati blog,
gujarati kavita,
india,
lagani,
man,
nirnay,
prem,
priya vyakti,
relation,
sambandh,
spiritual,
wisdom
Wednesday, March 20, 2013
સંસ્કાર :
અત્તી ધનાઢ્ય એવા શાહ પરિવાર ના ઘર 5 વાગ્યા ની આસપાસ નો સમય હર્ષોલ્લાસ નો હોય છે .....કારણકે સરલા બહેન ના એકના એક પુત્ર નો આવવા નો સમય ..દાદા-દાદી તો જાણે ઘડિયાળ ના કાટા ની તરફ થી નઝર જ ના હટાવે ....ક્યારે 5 વાગશે અને સ્મિત આવશે .....આજે સરલા બહેન સ્મિત માટે નવા બૂટ અને કપડા અને પસંદ ની કેટલીયે વસ્તુઓ લઇ આવ્યા હતા .....5 ના ટકોરા થયા, સ્મિત ની સ્કૂલ બસ આવી અને આવતા ની સાથેજ સ્મિત ની માંગણી ચાલુ ...પાપા મને આઈસ્ક્રીમ ખાવા લઇ જાઓ અને શાંતિ ભાઈ લઇ ગયા . ત્યાં આઈસક્રીમ વાળા પાસે બેઠેલા નાના છોકરા પાસે બુટ પાલીસ પણ કરાવ્યા થોડી વાર પછી તેઓ સ્મિત ને લઇ ને ઘરે આવ્યા ...પણ આજે રોજ ભાગી ને આવી ને ધમાલ કરતો સ્મિતઅચાનક જ સાવ શાંત થયી ગયો હતો ... કદાચ ઉદાસ .....બધા એની ઉદાસી નું કારણ જાણવા મથી રહ્યા હતા .......કારણકે થોડી વાર પેહલા તો એ હસતો -રમતો હતો
Labels: gujarati,poem,spirituality,general
aatma santosh,
article,
dil,
gujarati,
gujarati blog,
nirnay,
prem,
priya vyakti,
sambandh,
sanskar,
spiritual
Tuesday, March 19, 2013
કાફી છે ....
આંખ માં આંસુ હોવા જરૂરી નથી,દિલ મહેસૂસ કરે છે એ કાફી છે ...
આંખ ની ભીતર માં પણ એક સત્ય છે , તું જાણી શકે છે એ કાફી છે ...
પળ એવી આવી જાય છે ક્યારેક કે શબ્દો નથી મળતા ...
મૌન ને તું સમજે છે એ કાફી છે ....
વરસતા વાદળી વચ્ચે નીકળી હતી હું ,
કોરી રહી ગઈ એ જાણે છે એ કાફી છે ....
જમાના ને શું જાણ કે આ શ્વાસ કોના ને હૃદય કોનું ,
અમસ્તા જ તને જોઈ લઉં અને એ ચાલ્યા કરે એ કાફી છે ...
-- સૌમિષા
Labels: gujarati,poem,spirituality,general
dil,
friendship,
gujarati,
kavita,
lagani,
nirnay,
priya vyakti,
relation,
sambandh
THE WHITE SKIN AND INDIA
Both the Italian and Indian Government seem headed for a confrontation. It’s a mystery as to why at this particular juncture
There is no doubt that Mrs. Gandhi has enjoyed for long a privileged relationship with the Italian Government. Travelling secretly abroad to meet her family in Italy or for other reasons, the Italian Government and its secret services had to be cooperating to coordinate her arrivals and grant her the VIP status that her rank deserves. And although Mrs Gandhi has been trying very hard to discard her Italian identity, there are many Italians who are proud that one of theirs is ranked as one of the most powerful women in the world.
Labels: gujarati,poem,spirituality,general
article,
case study,
francois gautier,
india,
italy,
relation
Subscribe to:
Posts (Atom)