Saturday, September 7, 2013

પ્રિયતમ તારી યાદ માં

આત્મીય સર્વ ;

પહેલી વાત ગીત લખવાનો   પ્રયત્ન કરી રહી છું .. આશા છે કે આપને પસંદ પડશે .. તમારા મુલ્યવાન પ્રતિભાવો  જરૂર લખજો   ...!!!

















આંખ માં શ્રાવણ-ભાદરવો ...ઓ પ્રિયતમ તમારી યાદ માં ..
કેવી કેવી ..કેમ-કેમ રાત જાય ઓ પ્રિયતમ તમારી યાદ માં ..(ધ્રુવ પદ )



વાદળી આખી ભરાઈ ગયી પણ વરસતી નથી  ...
મોર નાચવાની રાહ જુએ એવી મારી હાલત ..પ્રિયતમ તમારી યાદ માં. --1

સોળે -સજ્યો સણગાર તમને યાદ કરી કરી ને ...
શેરી માં તને  શોધું ને તું શહેર બહાર...       પ્રિયતમ તમારી યાદ માં .. --2

તું નહિ આવે તો તને મારા સમ ..આ રાત અને દિવસ ની તને આણ ...
એકલી એકલી જ લડું ..એકલીજ રીસાવું  ....પ્રિયતમ તારી યાદ માં ...--3

સાવ સુનું સુનું લાગે બધું ...જુદાઈ  વસમી વસમી લાગે ..
તુજ વીણ  કોને લડાવું લાડ ....   ઓ પ્રિયતમ તારી યાદ માં ....--4

પેલો કાગડો રોજ રોજ કા -કા કરે ..લાગે કે તું હવે દેખા દેશે ..
નિંદલડી થયી મારી તલભાર ...ઓ પ્રિયતમ તારી યાદ માં ....--5

-- સૌમિષા 

No comments:

Post a Comment