એક વાત કહું ...બસ તારા માં જ રહું ???
હું ને તું ...તું ને હું ...
બસ આપણા માં જ રહું
કલાકો મીનીટો અને સેકન્ડો
બસ વિચારો માં જ રહું
એક વાત કહું ...બસ તારાજ સ્વપ્ન માં આવું ???
તને આમ હેરાન કરીશ તને તેમ હેરાન કરીશ ..
કહી ના શકેલું બધું તને સ્વપ્ન માં કહું ..??
બસ તારા માં જ રહું ???
એક વાત કહું ... તારો હાથ પકડી ને જિંદગીભર ચાલુ ??
રોતા હસતા ...ચાલતા ફરતા ... સુખ માં દુખ માં ...
ક્યારેય ના છોડું બસ તારી સાથે રહું
બસ તારા માં જ રહું ???
એક વાત કહું ... તને નાં ગમતું હોય એવું કરું ..??
તને ચિડાવું ..તને રડાવું ..તને ગુસ્સો કરાવું ..
પણ આવું બધું કરીને પણ તારી સાથે રહું???
બસ તારા માં જ રહું ???
--- સૌમિષા
wa wa saumil bhai su vaat che. Lagan manas na jivan ma badha j guno nu sarjan kari ne rakhe che ;)
ReplyDeletesatya vachan bhai... :)
Delete