Wednesday, June 29, 2016

સાડાસાતી












હજારો ના ઘોટાળા કરી ,
પવલું તેલ ચઢાવા ઉભો છે
શનિવાર નો દિવસ આવી ગયો
કે છે કે મારે સાડાસાતી બેઠી છે

ઘર માં સંઘરી છે ભગવદ્દગીતા
ને ચક્કરો બધા તે જ્યોતિષ ના લીધા
લાલ-પીળા -લીલા નંગો  ધારણ કર્યા
કે છે કે મારે સાડાસાતી બેઠી છે

જો ગ્રહ નડે તો માથું ટેકવું
જો સમય છળે  તો માથું ટેકવું
હું અમસ્તો ના આવું મંદિરે
કે છે કે મારે સાડાસાતી બેઠી છે

તું સાવ પોતાનાથી કેમ હારી ગયો
છે ઈશ્વર નો અંશ કેમ ભૂલી ગયો
પ્રાર્થના ની શક્તિ ને તું કેમ વિસરી ગયો
કે છે કે મારે સાડાસાતી બેઠી છે

સૂર્ય તારો, ચંદ્ર તારો
હવા ની લહેરો,સમુદ્ર,ઝરણા બધા તારા
સ્મિત કરતા બાળક તારા
તું ભગવાન નો અને ભગવાન પણ તારા
હવે વિચારી ને કે ...
શું તારે સાચ્ચે સાડાસાતી બેઠી છે ???

-- સૌમિષા  

1 comment:

  1. Awesome. Keep writing, someone somewhere gets inspired. All the best.

    ReplyDelete