રાત દિવસ
ઘોળી ને
પી ગયો હું
સમય ને
ના પકડી શક્યો તો
પી ગયો હું
ખુદ ને
સાબિત કરવામાં જાત ઘસી નાખી
અથડાયો-ભટકાયો
છતાં કેવો સંધાઈ ગયો
હું
હાથ-પગ-મગજ વિસ્તરી ખજાનાઓ
ભરી દીધા
પણ દિલ
નો એ ખૂણો ભરવામાં
સોરાય ગયો હું
બે-શક
એનો પ્રેમ સાચો નહોતો
લાગ્યો તો પણ
એની ખુશી
ખાતર વહેંચાઈ ગયો હું
કિસ્સા ની
આ મારા જાણ થઈ
જમાના ને જેવી
હાર એક
આંગળી થી ચીંધાઇ ગયો
હું
નહોતો જન્મ
લીધો મેં રામ નો
કે ખુદ ને સાબિત
કરું
માનવ હતો બસ માનવ થી
હણાઈ ગયો હું
---- સૌમિષા
No comments:
Post a Comment