Tuesday, December 27, 2016

જન્મદિન વિશેષ

શ્વાસ નો પ્રવાસ છે નિરંતર,
ભીતર માં એ આશ છે નિરંતર,
શું માંગુ પ્રભુ હું આજ ના દિને,
બસ તારું સ્મરણ હો નિરંતર ...

#સૌમિષા  
                  
ક્યાંક ખોવાયો છું,ખુદ થી પરાયો છું
વર્ષ નો બોઝો વધું ન નાંખ,શ્વાસ થી ઘેરાયો છું.

#સૌમિષા 

શિયાળો -વિશેષ

ભીંતર સળગી રહી છે ઈચ્છાઓ,
અને બાહર તાપણા ની શોધ માં ભટકી રહ્યો છું.  

# સૌમિષા                       

ઠંડી વધી રહી છે,હુંફ ઘટી રહી છે,
એ કુદરત થોડી રહેમ કર, અહીં માનવતા મરી રહી છે...

#સૌમિષા                       

શબ્દો માં એટલી હૂંફ લાવી શકું તો ઘણું,
ઠરેલ હૃદય માં તાપણું સળગાવી શકું તો ઘણું ..
કેમ છોડી શકું કોઈને રસ્તે રઝળતે,
હાથ એનો ઝાલી,મંઝીલે પહોંચાડી શકું તો ઘણું..

# સૌમિષા                       

 હવે તો તાપણા ની પણ જરૂર નથી મને,
તારી મોકલેલી હૂંફ જીવાડી રહી છે મને.

#સૌમિષા                       

ભર શિયાળે તું મળી ને દિલ માં તાપણું થઈ ગયું,
અચાનક તારું-મારુ,આપણું થઇ ગયું.

#સૌમિષા

સંકલન -2

ખુશી ઓ ક્યારેક ઓછી પડે,ઈચ્છાઓ એટલી વધી પડે
સંબંધો નું તોફાન એવું ,બોલે નહીં બસ સળગ્યા કરે

# સૌમિષા                       
મન ની આત્મા સાથે મુલાકાત થયી
ને જમાનાં પર અચાનક પડદો પડી ગયો

# સૌમિષા                       

આખેઆખો મને વીંધી ને, 'કેમ છો' એવો સવાલ નાં કરો,
કાગડા બની ને બેઠેલા લોકો, હંસ હોવાનો દેખાવ નાં કરો
# સૌમિષા                                               

શ્વાસ

અંદર બાહર થાતો  શ્વાસ

ભીતર થી ઘસાતો શ્વાસ

શોધું ભીતર, બાહર શ્વાસ

જાતે આવે જાય શ્વાસ

હવા માં ભેળાતો શ્વાસ

ધુમાડે ખચકાતો શ્વાસ

 ડૂમો થઇ રૂંધાતો શ્વાસ

સુખ માં એ હરખાતો શ્વાસ

જીવન નો પર્યાય શ્વાસ

સમય થી પણ કિંમતી શ્વાસ

એના' નામ થી ચાલતો શ્વાસ

એ જ સંભાળે એ વિશ્વાસ

# સૌમિષા

વિશ્વાસ

વ્યથા બધી ઓગળી જશે,પ્રેમ પહેલા જેવો પાંગરી જશે..
રોશની આંખો માંથી આછી થયી છે, બુઝાઈ નથી
એક તણખો થશે ને વિશ્વાસ પાછો આવી જશે ...
એનેય મારો અવાજ પરિચિત છે,
એટલે બધા કામ છોડી મને ઉગારી લેશે ...
હું હવે તને રીઝવવા કાઈ નહીં કરું હે ઈશ્વર,
તારે ખુદ મૂર્તિ માંથી નીકળી હૃદય સુધી આવવું પડશે..

# સૌમિષા                       

સંકલન

ના કહો મને કે  હું ફક્ત લખું છું,
હકીકત માં તો હું શબ્દો થી હૃદય વિંધુ છું...
એ અલગ વાત છે કે આયખા ને જરૂર છે ખાધપાણી ની,
બાકી હું શબ્દ માં જ જીવું છું અને શબ્દ માં જ મરું છું...
#સૌમિષા

હૃદય ક્યારેક આખું ખાલી થયી જાય,એમ અચાનક લાગણીઓ બધી ઠલવાય ...
સ્વજન જો મળે જ્યારે પોતાનો ખભો લઇ ને,આંસુ નું એક ટીપું દરિયો બની જાય...
# સૌમિષા                       

બસ આમ જ હરીફાઈ માં પાછળ રહી ગયો..
કે લોકો નાં હૃદય સુધી પહોંચવાનો માર્ગ ખબર હતો , દિમાગ સુધી નહીં ...
# સૌમિષા                       

સરળ છું,સસ્તો નથી
મક્સદ થી છું ,અમસ્તો નથી  ...
કાપડ નથી પણ વેતરાઉં છું ચારેકોર થી,
એ જીંદગી હું માણસ છું, ફરિશ્તો નથી ...
# સૌમિષા

તુલસી વિવાહ

આંગણા ની તુલસી નો વિવાહ જોઇ, ગર્ભ માં પાંગરી રહેલી તુલસી ખીલી ઉઠી..

#સૌમિષા                       

આંગણા ની અને ગર્ભ ની તુલસી, બન્ને વિકસે ત્યારે સંસ્કૃતિ વિકસે..

#સૌમિષા                       

જ્યારે પિતા એ પોતાની પુત્રી નો હાથ આપ્યો વિષ્ણુ સમજી ને,
ત્યારે સાચો તુલસી વિવાહ ઉજવાતો જોયો..


#સૌમિષા                                               

નવું વર્ષ

દિવાળી અને નવું વર્ષ, આવે દર વર્ષ..
બસ એમા ઉમેરતો રહું કૈંક નવું, તો બનશે નવું વર્ષ...
જુના વિચારો,જૂની આદતો છોડી,
જો બનું "નવો" તો બનશે નવું વર્ષ...
નવો સંકલ્પ કરવાનું યાદ કરાવે નવું વર્ષ,
બસ એ સંકલ્પ ને પ્રામાણિકતા થી અનુસરૂ તો બનશે નવું વર્ષ...
વડીલો નાં આશિર્વાદ થી શરૂઆત કરી,
એ આશિર્વાદ ને દિલ થી જોડુ તો બનશે નવું વર્ષ...
જુના ભુલાઈ ગયેલાં સંબંધો નો છેદ ઉડાડયો,
એ સંબંધો ને ફરી સિઁચુ તો બનશે નવું વર્ષ...
ઉત્સવ માં મીઠાઈ નાં થર જમાવ્યા,
એ મીઠાશ હું શબ્દો માં લાવું તો બનશે નવું વર્ષ...
આજે સવારે વહેલા ઉઠી પ્રભુ ને કર્યા યાદ,
બસ હર કૃતિ માં તેમને  કરીએ યાદ તો બનશે નવું વર્ષ...

#સૌમિષા

whatsapp પર દિવાળી


 સવાર થી શુભેચ્છાઓ copy  paste  થઇ રહી છે ,
હવે દિવાળી whatsapp  થઇ રહી છે ...
વડીલો ના આશીર્વચન અને ચરણસ્પર્શ,
હવે આ બધા ની image  share  થઇ રહી છે ...
મિત્રો સાથે મળી, ધમાલ મસ્તી કરતા હતા,
હવે ઓફિસ time માંથી ફટાકડા ની link share થઇ રહી છે ...
તહેવાર માં સંદેશાઓ ની ભરમાર છે,
પણ પોતીકો જણાય એવો સાદ ક્યાં છે ...
શુભેચ્છાઓ ને broadcast  કરવાની દોડ માં ,
સંબંધો છૂટી રહ્યા છે ,તેની જાણ ક્યાં છે ...
technology  ના સથવારે ચંદ્ર સુધી તો પહોંચ્યો માનવી ,
પણ ધરતી થી દૂર થયો તેનું ભાન ક્યાં છે ...
ચાલો, ફરી સંબંધો ને સજીવ કરીએ
એકમેક ને ફક્ત message  નહિ, call  કરી wish  કરીએ ...

# સૌમિષા 🖊

તમે નક્કી કરો

સુરજ નું તેજ , કોડીયા નો પ્રકાશ
સુરજ ની ગતિ , કોડીયા  ની સ્થિરતા
સુરજ ની નિયમિતતા ,કોડીયા  ની આવશ્યકતા
સુરજ ની વ્યાપકતા,કોડીયા  ની નિકટતા
સુરજ નો તાપ,કોડીયા ની ઉષ્મા
સુરજ સ્વયં પ્રકાશિત ,કોડીયું બીજા ને  પ્રજવલિત કરતું
સુરજ  જાતે તપી જીવ સૃષ્ટિ ને જીવાડે, કોડીયું ભીતર રહી હૂંફ આપે
વિશ્વ માં ફક્ત એક સુરજ,જયારે કોડીયા  ની હારમાળા
છતાં બંને નું ધ્યેય એક જ , "બીજા માટે તપવું "
તો હવે તમે નક્કી કરો, સુરજ બનવું છે કે કોડીયું 
--- સૌમિષા

Friday, September 30, 2016

તો ઘણું ...


 પ્રશ્નો નો વરસાદ બેફામ વરસી રહ્યો છે ભીતર,
શંકા નાં કાદવ થી સુખરૂપ  નીકળી શકું  તો ઘણું ...

આજે કે કાલે એમ વિચારવા માં દિવસો વીતી ગયા,
હવે હમણાંથી જ હું ચાલવા લાગુ તો ઘણું ...

Wednesday, June 29, 2016

સાડાસાતી
હજારો ના ઘોટાળા કરી ,
પવલું તેલ ચઢાવા ઉભો છે
શનિવાર નો દિવસ આવી ગયો
કે છે કે મારે સાડાસાતી બેઠી છે

ઘર માં સંઘરી છે ભગવદ્દગીતા
ને ચક્કરો બધા તે જ્યોતિષ ના લીધા
લાલ-પીળા -લીલા નંગો  ધારણ કર્યા
કે છે કે મારે સાડાસાતી બેઠી છે

માનવ હતો બસ માનવ થી હણાઈ ગયો હું


રાત દિવસ ઘોળી  ને પી ગયો હું
સમય ને ના પકડી શક્યો તો પી ગયો હું

ખુદ ને સાબિત કરવામાં જાત ઘસી નાખી
અથડાયો-ભટકાયો છતાં કેવો સંધાઈ ગયો હું

Wednesday, August 6, 2014

કલિયુગ ભર બજારે લાગણીઓ વેચાય છે 
દર્દ અહિયાં રોજ લીલામ થાય છે  ..
કોણ કહે છે સાચા-ખોટા નું ભાન નથી કોઈને 
બસ,આંખ આગળ પાટા બંધાય છે  ..

Sunday, April 13, 2014

આ તે કેવું ??

બહુ બધું મેળવી ને પણ  ખાલીપો લાગે  ... આ તે કેવું??
કોઈ ના આવવાના એંધાણ નહિ બસ વાટ જોતા રેહવું  ... કેવું??
ભીતર સાગર ઘુઘવાયા કરે ... પણ આંખે પાણી નહિ એ કેવું??
રસ્તા માં આસપાસ ટોળેટોળા ફરે પણ  ...આ પગ ધરતી માં ખોડાઈ ગયા કેવું??
મારી જરૂર છે બે-ચાર ,અને ફરતા રેહવું પડે અનરાધાર ..
નથી કરવું તો પણ કર્યા કરું ..

Friday, January 3, 2014

પ્રસંગ

બહુ લાંબા સમય  મિત્રો ને મળવાનું થયું  .... તેને ઉપલક્ષ્ય માં માણો આ કાવ્ય  ...

સૌ મળ્યા પ્રસંગ બન્યા,
જૂની યાદો ના સંભારણા ઝર્યા  ...
હસી-મજાક ખુશી ની વાતો,
અજાણતા માં કેવા હૃદય મળ્યા  ...
સ્વાર્થ,છળ- કપટ ની આ દુનિયા માં,
ની:સ્વાર્થ ,નિર્મળ  વ્યવહાર મળ્યા...
સમય અવિરત છે વીતતો જ  રહેશે,
બે ઘડી વાગોળવા સંસ્મરણો મળ્યા  ...
સુંદર સંબંધ,સુંદર સમય,સુંદર સમન્વય ,
જુઓ આજે ચોઘડિયા કેવા ખરા મળ્યા ...
                             
 --- સૌમિષા 

Saturday, December 7, 2013

કુણું સંવેદન ...


કુણી કુણી કુપળો જેવી ...
કુણી કુણી  મારી લાગણીઓ ....
અને કુણો -કુણો સુંવાળો તારો સ્પર્શ ...
કુણો -કુણો મખમલી ,સુવાળો ,સયાનો .. આપણો  પ્રેમ ..