Sunday, April 13, 2014

આ તે કેવું ??

બહુ બધું મેળવી ને પણ  ખાલીપો લાગે  ... આ તે કેવું??
કોઈ ના આવવાના એંધાણ નહિ બસ વાટ જોતા રેહવું  ... કેવું??
ભીતર સાગર ઘુઘવાયા કરે ... પણ આંખે પાણી નહિ એ કેવું??
રસ્તા માં આસપાસ ટોળેટોળા ફરે પણ  ...આ પગ ધરતી માં ખોડાઈ ગયા કેવું??
મારી જરૂર છે બે-ચાર ,અને ફરતા રેહવું પડે અનરાધાર ..
નથી કરવું તો પણ કર્યા કરું ..

 
ને કરી ને પણ કઈ ના કરી શકું આ તે કેવું??
વ્યથા ઠાલવવાને ખૂણો ક્યાં હવે ખાલી છે? 
બસ રેસ લાગી છે .. મારે દોડતા રેહવાનું છે કેવું??
કેવું વિચિત્ર  ...કેવું અજબ  ... ઈશ્વર !!!
તારું આ સર્જન થઇ ગયું કેવું ??

-- સૌમિષા  

No comments:

Post a Comment