પ્રશ્નો નો વરસાદ બેફામ વરસી રહ્યો છે ભીતર,
શંકા નાં કાદવ થી સુખરૂપ નીકળી શકું તો ઘણું ...
આજે કે કાલે એમ વિચારવા માં દિવસો વીતી ગયા,
હવે હમણાંથી જ હું ચાલવા લાગુ તો ઘણું ...
ખબર છે કે ચાલવા થી પહોચી જવાશે મંઝિલ સુધી,
બસ એ રસ્તા પર વિશ્વાસ મુકી શકું તો ઘણું ...
રાહ માં કંઇક મળ્યા હશે રાહબરો,પયગમ્બરો,
બસ એમને સાચા સ્વરૂપે ઓળખી શકું તો ઘણું ...
મંઝિલે પહોંચવાનો નશો જ કંઇક અલગ છે,
હવે એ નશા થી નીકળી નવી મંઝિલ શોધી શકું તો ઘણું ...
સૌમિષા...
No comments:
Post a Comment