ભલે ઝગડીએ,ક્રોધ કરીએ,એકબીજાનો વાંક કાઢીયે
એકબીજા પર દાદાગીરી કરવા, પરંતુ છેલ્લે તો આપણે બેજ હોઈશું.
જે કહેવું હોય એ કહી લે,જે કરવું હોય એ કરી લે,
એકબીજાના ચોકઠા શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું.
હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.
આંખો જયારે ઝાંખી થશે,યાદશક્તિ પણ પાંખી થશે,
ત્યારે,એકબીજાને એકબીજામાં શો ધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું.
ઘુટણ જયારે દુખશે, કેડ પણ વળવા નું મુકશે,
ત્યારે એકબીજાના પગનાં નખ કાપવા ,છેલ્લે તો આપણે બેજ હોઈશું.
મારા રીપોર્ટસ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ ,
એમ કહીને એકબીજાને છેતરવા,છેલ્લે તો આપણે બેજ હોઈશું.
સ્ત્રોત : INTERNET
"આંખો જયારે ઝાંખી થશે,યાદશક્તિ પણ પાંખી થશે,
ReplyDeleteત્યારે,એકબીજાને એકબીજામાં શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું."
સુંદર!
ધન્યવાદ દિનેશ ભાઈ !!
Deleteછેલ્લે તો આપણે બેજ હોઈશું.- રાજેન્દ્ર શુકલ
ReplyDeleteધન્યવાદ જનક ભાઈ ..!!! કવિ નું નામ નહોતી ખબર એટલે સ્ત્રોત: Internet લખ્યું છે ..!!! જાણ કરવા બદલ આપનો ખુબ આભાર ...!!!
Delete