Monday, September 16, 2013

કટાક્ષ ગીત

આહા ...આંખ બંધ તો બધું બંધ ..
આંખ ખુલી તો દ્રશ્ય પ્રપંચ ...
જાત મારી મે જ પીછાણી ..
બધા સામે લોલમલોલ ...

સવાર ભાગુ સાંજ ભાગુ ...
જીવન મારું હાલકડોલ ..
રિક્ષા માં લટકું ટ્રેન માં લટકું 
તોય બધું જોલમ જોલ ..



સવાર થાય તો બોસ બબડે ..
સાંજ થાય તો બૈરું બગડે ..
આમ ભાગુ તેમ ભાગુ ...
તોય બધું ગડબડ ગોલ ...

નીચવી નીચવી ને શ્વાસ લઉ  ..
હસી હસી ને કામ લઉ ...
તોય જીવન ત્યાં જ અટકેલુ ..
આ છે જિંદગી ની પોલમપોલ ...

-- સૌમિષા  

No comments:

Post a Comment