Thursday, September 19, 2013

તારું જ વળગણ


એક સાવ એકલી સાંજ
    તારા વગર ની.બહુ ભાર રૂપ  લાગી ...
વિચારો વિરમ્યા જ નહિ  ...
    આ મારી બે નાનકડી આંખો ને ....
નદી કિનારે અસ્તાચળ થતો સુરજ બતાવ્યો ..
   
અને શાંત વહેતી તાપી નું નયનરમ્ય  દ્રશ્ય ...
પણ એને તો તારું જ વળગણ  ....
   પેલા એક ઝુંડ માં ઉડતા પંખી ઓ ..
આહા, .કેટલા સરસ હતા !!!!! 
   પણ એને મારી આંખો થી જોવા મન માન્યું જ નહી  ...
તું તારી આંખો થી આંગળી ચીંધી ને બતાવે તો વાત કઈ ઓર હતી...!!!
   કારણકે આ આંખો ને તારું જ વળગણ  ....
મારી હોવા છતાં એ તારી જ થઈ ને રહે છે   ....

   લે ,હવે તો રાત થઈ અને ચાંદ પણ ઉગી નીકળ્યો    ....
અને વિચાર સ્ફૂર્યો આજ ચાંદ ને કદાચ તું પણ જોતો હશે    ...
   હાસ્તો..એ તો બધે થી એક સરખોજ દેખાય ને !!!!
તારી નજર થી એને જોવાની કોશીશ કરી  ....
  હાશ!! .હવે આ આંખો ને ટાઢક વળી!!!!
પણ, .હા પેલી વીતી ગયેલી સાંજ  ....
  ખરેખર  ...બહુ ભાર રૂપ હતી....!!!
તું ના હતો પણ તારી યાદો નો ભાર....
  અસહ્ય! .અસહ્ય! અસહ્ય .....!!!!!

-- સૌમિષા 

3 comments:

  1. Replies
    1. ધન્યવાદ ચિરાગ ભાઈ ...!!!

      Delete
  2. Darek vyakti ni andar ek kavi chupaylo hoy che. wa saumil bhai kya baat kya baat kya baat :)

    ReplyDelete