Wednesday, September 18, 2013

અદ્દભુત ...


આહા તારી વાતો અદ્દભુત ..
તારો સાથ અદ્દભુત ...
અને સૌથી વધુ અદ્દભુત ...તારી અને મારી મગજમારી ...
તું જીતી જાય તો હું હારી કેમ ગયી એની જીદ ...
અને તું હારી જાય તો મારે જીતવું નહતું એવો અફસોસ ...
બધુજ અદ્દભુત ....


દુરી પણ અદ્દભુત અને મિલન પણ ...
અને હા આ વિરહ ની વેદના પણ ...
સૌ પ્રથમ જયારે આ અનુભવ્યું એ ...
ક્ષણો પણ અદ્દભુત ....
હેલી મુલાકાત અદ્દભુત ...
અને ઘણી બધી મુલાકાતો પછી ની ...
આ પરિપકવતા અદ્દભુત ....
કેટલો સુંદર સમન્વય ....
તું ..હું આપણો પ્રેમ ...
અને સમય બધુજ અદ્દભુત ...
અને હવે પછી નો 
આપણો સંસાર અદ્દભુત ...

-- સૌમિષા 

2 comments: