તું ના હોઈ તોય આસપાસ લાગે ...
આતે વળી કેવું ,....સ્નેહ નું બંધન અનેરું ...
હા ..,હા તું જ છે એ .... ફક્ત તુજ ....
જેની સાથે મોટી થયી તો પણ ....
મારે આંગળી પકડી ને ચાલવું છે ...
બુઢાપા માં ખુરસી પર બેસી ને ....
ચા ની ચૂસકી ઓ મારવી છે ....
પેલો સુરજ તો ઉગ્યાજ કરશે અને આથમ્યા જ કરશે ....
આ જિંદગી નું પણ કઈ એવું જ .....
પણ હા ..તું જ છે એ...
જેની સાથે આ જિંદગી માં દિવસો ભરવા છે ...
કેવું લાગશે જરા વિચાર તો કર ...
મારા સફેદ વાળ હશે તોય તમે મને beautiful કહેશો ...
હા ..અને હું પણ તમને handsome કહીશ ...
આજે પણ આસપાસ લાગો છો ...
ત્યારે પણ આસપાસ લાગતાં રેહ્શો ...
આતે વળી કેવું સ્નેહ નું બંધન અનેરું .....
-- સૌમિષા
No comments:
Post a Comment