Wednesday, November 7, 2012

'એ લોટ કેન હેપન ઓવર એ કોફી’ની માફક આ દિવાળી ની સાફસૂફીમાં કેટકેટલું થઇ શકે છે


દિવાળીની સાથે જોડાયેલી બધી બાબતો બદલવા લાગી છે. કાર્ડસ ના બદલે મોબાઈલ મેસેજીસ, દીવડાની રોશની ને બદલે સીરીઝ, રંગોળીને બદલે સ્ટીકર્સપણ એમાં હાથનોટચનથી. જાતે જે કરો, એમાં સમય આપવો પડે. એટલે રેડીમેઈડ કરતા હેન્ડમેઈડનું મૂલ્ય વઘુ છે. અને દિવાળીમાં હજુ એક હેન્ડમેઈડ બાબત ગાયબ થઈ નથી. છેઘૂળજાળાં ઉર્ફે સાફસફાઈ. કારણ કે, સાવ કંઈ હોય નહિ એવા ગરીબોને સાફસફાઈની જરૂર  પડે. બાકી કાં જાતે, અને બહુ દોલતમંદ હો તો નોકરો પાસે સાફસૂફ કરીને નવેસરથી ગોઠવવાનું કામ તો કરવું પડે. ચેન્જ ઈઝ કોન્સ્ટન્ટ. જૂનો ચહેરો બદલી શકાય, પણ નવી સ્ટાઈલ તો કરી શકાય ને ! ૠતુઓની જેમ ધરતી ગોઠવણ કે રંગો પણ સમયાંતરે બદલાતા રહે તો શણગારનો શૃંગાર મનને મોહક લાગે ! જેમ નાહીને નવા કપડાં પહેરીને આપણને તાજગી લાગે, એમ ઘર પણ નહાઈધોઈને નવું નક્કોર ભાસે !
દિવાળીની મેન્ડેટરી સાફસફાઇ કેવળ પાડોશીઓની શરમે થતી ફરજ નથી. છે ડાઉન મેમરી લેન ઉર્ફે સ્મૃતિઓની કુંજગલીઓમાં ખોવાઇ જવાનો જાદૂજસ્ટ થિંક. એવું નથી બન્યું કે ઘરને ઉંઘુ-ચત્તું કરીએ દિવાળી નિમિત્તે, અને ખોવાઇ ગયેલી (પણ કયાંય દૂર ગયેલી) કોઇ વસ્તુ જડી આવે? ફૂટપટ્ટીથી જૂના બોરિયાં સુધી? સાડીના કાપેલા ફોલથી રૂંછા નીકળી ગયેલા બોલ સુધી? ચીજો જવાની થાય, ત્યારે એનું મૂલ્ય પ્રિમિયમ થઇ જતું હોય છે, નહીં?પણ હજુ યે ડિજીટલ યુગમાં ઘર ઘર કી કહાની જેવી એકિટવિટી એ આપણી સંસ્કૃતિ નો એક મહત્વ નો ભાગ છે.
લોટ કેન હેપન ઓવર કોફીની માફક સાફસૂફીમાં કેટકેટલું થઇ શકે છે ?
મિત્રો સાથે મળીને સાફસફાઇ કરવામાં એક તો રેડીમેઇડ ગિફ્‌ટ રેવર્સ અને સોરી-થેન્કસની courtesy માં ખોવાઇ જતી સાચી મિત્રતાની કસોટી થાય છે અને કામનો થાક નથી લાગતો હલ્લા ગુલ્લા હસીખુશીની મોમેન્ટસ અવનવી કોમેન્ટસથી યાદગાર બની જાય છે. આવું થાય ત્યારે ઘૂળઝાળા ઢસરડો નહીં, પણ ઘરની બહાર નીકળ્યા વિનાની પિકનિક બની જાય છે. આમ પણ ખાણીપીણી તો રેડીમેઇડ પાર્સલથી કે બીજા ઘરેથી મંગાવવાની હોય ને ! એવી રીતે મધરાત સુધી ખુલ્લી રહેતી દુકાનોમાં રાત્રે ગરમ ગાંઠિયાની જયાફતોમાં જે યુનિટી વધે છે, એસોસીએશનની મેમ્બરશિપથી વધતી નથી !

ઘણા લોકોને યાદો નહીં, પણ વળગણ હોય છે જરીપુરાણી ફાલતુ વસ્તુઓનું. જરૂર પડે ત્યારે એમનો સંઘરેલી ટાંકણી પાછી કદી હાથવગી હોય નહિ, એટલે તત્કાળ નવું સ્ટેપલર ખરીદવું પડે, વળી અલગ વાત થઇ ગઇ! સ્મૃતિઓ એક બાબત છે, અને કોહવાયેલા મૃતદેહને વળગી રહેવું સાવ જુદી અને ખોટી બાબત છે. જીવનમાં સતત નવાને આવકાર દેવો પડે, એટએટલું નવું ઉમેરાય છે ત્યારે જે ખરેખર નકામું કે વધારાનું જૂનું છે- છોડવાની નિર્ણયશક્તિ કેળવવી પડે ! નહીં તો ઘર કબાડીખાનું બની જાય !
દિવાળીની સાફસફાઇટાણે ઘરના ખૂણે ખૂણે ઘરમાં રહેતી વ્યક્તિનો સ્પર્શ થાય છે ! એક એવો અવસર છે, જ્યારે આપણે આપણા મકાનને ઘર તરીકે અનુભવી શકીએ. એના ખબરઅંતર પૂછી શકીએ ! એના જખ્મો પર વ્હાલથી હાથ ફેરવી શકીએ. એને શણગારી શકીએ ! રહેઠાણ સાથે આપણા મનનું કનેકશનconfigureકરવાનું ટાણું છે. ઘરને જોઇને, સ્પર્શીને ભીતરમાં ઉતારી શકાય તેવું ! એની સાથે મેનેજમેન્ટની કિતાબોથી મળે એવું ટીમ વર્ક કે ઓપરેશન્સનુંલેસનઘેરબેઠા મળી જાય,  વધારામાં !ક્યું જૂનું રમકડું હવે ફેંકી દેવું છે, એની મીઠી તકરાર અને પક્ષ-વિપક્ષમાં થતી ઉગ્ર દલીલો, ફરી મળી આવતી કોઇ વર્ષો જૂની ફાઇલો અને એમાંથી ઉભું થતું જે-તે કાળનું ફોર-ડી હોલોગ્રાફિક ચિત્ર! (ચોથું ડાયેમેન્શન મનનું!) પોતામાં ભળતી ફિનાઇલની ગંધ! બંધ પડેલો કોઇ સુવેનિયર સમો રેડિયો અને વાપર્યા વિના જૂની થઇ ગયેલી કોઇ હોંશભેર મળેલી ગિફ્‌ટ! amazing feeling...!!!

દિવસો યાદ અપાવી જાય છે દર વર્ષે કે અંધારૂ શાશ્વત છે, અજવાળા માટે મહેનત કરવી પડે છે. કચરો કાયમી છે, સફાઇ માટે શ્રમ કરવો પડે છે, માણસનું શરીર હોય કે મહેલ જેવડું મકાન, એમને એમ રાખો તો ગંદુ, અસ્તવ્યસ્ત થવાનું છે. ચોખ્ખું થાય એટલે જુનું અને જાણીતું બઘું નવું લાગે છે! એકની એક બાબતો બોરિંગ છે. દર વર્ષે બદલાવી શકાય, પણ એની સજાવટ જો સમયાંતરે બદલાવતા રહીએ, એમાં મહેનત કરી ઉમળકાથી નવું નવું ઉમેરી જુનું જુનું સાફ કરી કાઢતા રહીએ તો ફરીથી ગમવા લાગે છે. આવું માણસોનું, સંબંધોનું, પ્રેમનું છે!

તો, દિવાળી ટાણે સાફસફાઇમાં ત્રણ બાબતો કરવા જેવી. એક, ફક્ત ઘરવખરી નહિ પણ કોમ્પ્યુટર કે મોબાઇલમાં પણ બોજ બનતો જૂનો કચરો ફગાવવો. ફાલતું કોન્ટેક્ટસ, મેસેજીઝ, મેઇલ્સ, ડુપ્લીકેટ ફોટોગ્રાફ્‌સ, ફોલ્ડર્સ બઘુ ડિલીટ કરવું. નવા ની જગ્યા થાય, અને જૂનામાં જે ખરેખર કામનું છે ઢગલામાં દટાવાને બદલે દેખાય! બે, જુની યાદો તાજી કરતી ચીજો મળે, ભલે છાપાનું કટિંગ હોય કે તૂટેલી લખોટી ત્યારે એના સંગાથે જરા સ્મરણોની સહેલગાહ કરી લેવી!ત્રીજી અને સૌથી અગત્ય ની વાત કે ઘર ની સાફ સફાઈ ની સાથે મન માં રહેલા કુવિચારો,પૂર્વગ્રહો,અને દોષો ના પણ બાઝેલા જાળા કાઢવા સમજણ ની સાવરણી વાપરવાનું ભૂલતા નહિ...
-કમ ઓન, ફિનિશ મિશન
છેલ્લો સીન : 
કચરો ભેગો કર્યો બુદ્ધિના ડહાપણે રે,
ખાલી કરો તો રહેવાનું મળે આપણે રે!

2 comments:

  1. wahh saumil ..bahuj maja aavi ...ghani khari vaato sachi lagi... man ketlu andar jai ne vaato ne bahar lave che ee jovani maja aavi ane anubhuti karvai jai eevi vaat lagi...

    ReplyDelete