ભર બજારે લાગણીઓ વેચાય છે
દર્દ અહિયાં રોજ લીલામ થાય છે ..
કોણ કહે છે સાચા-ખોટા નું ભાન નથી કોઈને
પેલા આંસુ ના બે ટીપાં પણ બહાર પડતા રહી ગયા
પ્લાસ્ટિક smile ની ફેશન વર્તાય છે ..
ન ઇચ્છવા છતાં ક્યારેક ખોટું કરવું પડે
અપરાધ ભાવથી પછી પલ પલ મરવું પડે ...
રફતાર છે અહી,રોજ દોડવું પડે
ઈચ્છાઓ ના બોજ તળે મરવું પડે ...
હૈયું રોજ થોડું થોડું ભારે થાય છે
ડૂમો ભરાયો-પણ પોતાના ની કમી વર્તાય છે ...
બદલાતો સમય ,બદલાતી હવા ,બદલાતા મિજાજ
આજકાલ આમજ માણસ બદલાય છે ...
જાત સાથે રોજ છેતરામણી થાય છે
એક સાચો માણસ અહી રોજ વેચાય છે ...
કેમ આવું ? કેમ તેવું ?પ્રશ્નો ના જવાબ નથી
આ કલિયુગ છે દોસ્ત ...
અહિયાં આમજ સંબંધ સચવાય છે ...
---- સૌમિષા
No comments:
Post a Comment