Thursday, March 21, 2013

મન થયું છે ....

ઈચ્છા ઓ નું બીજ મોટું થયું છે ,તને મન ભરી ને જોવાનું મન થયું છે ...
કોયલ ટહુકે છે જો કેવી   આંબા ડાળે,મને તનેય બોલવાનું મન થયું છે ....
ચાલ ખોવાઈ જઈએ કંઈ  રમતા રમતા, ડાળી ઓ ને પણ જુક્વાનું મન થયું છે ....

કાલ કેવી ઉગશે અહી કોને ખબર? બસ આજને મહેકાવવા નું મન થયું છે ....
તારો પ્રેમ મારા માટે જાણે પત્ત્થર ની લકીર,એને ફૂલો થી પીગળવા  નું મન થયું છે ...
ચાલ ચોરી  લયીએ  બે - ચાર હસી ની પળ, જમાના થી ભાગવાનું મન થયું છે ...

ક્ષિતિજો પણ મળે છે જો કેવી આકાશ માં,અકારણ ,કારણ શોધવાનું મન થયું છે ..
ક્યાં  સુધી  ભીતર  ઘુઘવાયા કરવું, લાગણીઓ ને વાચા આપવાનું મન થયું છે ...
આંખો ની  ભાષા તો કેટલીય સમજુ હું,બસ તારી અભિવ્યક્તિ  સાંભળવાનું મન થયું છે ...

મારી અધકચરી લાગણીઓ સુકાય રણ ની જેમ,એનેય ભીંજાવાનું મન થયું છે ...
તું  બોલે બે-ચાર  શબ્દો  તો હું પણ સેતુ બાંધુ,શૂન્યતા માં સર્જન કરવાનું મન થયું છે ...
થોડા શબ્દો  ખર્ચાય જાય તો ખોટ શેની ? ઉભરો ખાલી કરવાનું મન થયું છે ...

તારા વિશાળ દરિયા જેવા દિલ ની લાગણી ઓ બધી ખારી -ખારી 
તોયે એને નદી ની જેમ મળવાનું મન થયું છે ..
ક્યાં સુધી આમ વિચારી -વિચારી ને જીવવું ,વિચાર્યા વગર વહેવાનું  મન થયું છે ...

એક દિવસ આવશે કે તું મને શોધીશ  હર જગહ, કૈક એવી રીતે ખોવાઈ જવાનું મન થયું છે ....
ત્યારે આંખ બંધ કરજે તો તું મનેજ પામીશ, બસ તારામાજ  સમાઈ જવાનું મન થયું છે ...
સાવ આંખ ખોલી નાખું તો આ સ્વપ્ન તુટી જ જશે,બસ એટલેજ આમ ઉંઘતા રહેવાનું  મન થયું છે ...
સાથ માં નહિ તો બસ આમ યાદ માં જીવી લઉં તારી, એટલેજ તો  આ કાગળ માં ઉતારવાનું મન થયું છે ..

-- સૌમિષા 

2 comments:

  1. very nice poem....it reminds me the days when i was used to write poem...keep it up...

    ReplyDelete
  2. dhanyawad amit bhai for your motivation...

    ReplyDelete