Wednesday, March 20, 2013

સંસ્કાર :

          અત્તી ધનાઢ્ય એવા શાહ પરિવાર ના ઘર 5 વાગ્યા ની આસપાસ નો સમય હર્ષોલ્લાસ નો હોય  છે .....કારણકે સરલા બહેન ના એકના એક પુત્ર નો આવવા નો સમય ..દાદા-દાદી તો જાણે ઘડિયાળ ના કાટા ની તરફ થી નઝર જ ના હટાવે ....ક્યારે 5 વાગશે અને સ્મિત આવશે  .....આજે સરલા બહેન સ્મિત માટે નવા બૂટ  અને કપડા અને પસંદ ની કેટલીયે વસ્તુઓ લઇ આવ્યા હતા .....5 ના ટકોરા થયા, સ્મિત ની સ્કૂલ  બસ આવી અને આવતા ની સાથેજ સ્મિત ની માંગણી ચાલુ ...પાપા મને આઈસ્ક્રીમ ખાવા લઇ જાઓ અને શાંતિ ભાઈ લઇ ગયા . ત્યાં આઈસક્રીમ  વાળા પાસે બેઠેલા નાના છોકરા પાસે બુટ પાલીસ પણ કરાવ્યા થોડી વાર પછી તેઓ સ્મિત ને લઇ ને ઘરે આવ્યા ...પણ આજે રોજ ભાગી ને આવી ને ધમાલ કરતો સ્મિતઅચાનક જ સાવ શાંત થયી ગયો હતો ... કદાચ ઉદાસ .....બધા એની ઉદાસી નું કારણ જાણવા મથી રહ્યા હતા .......કારણકે થોડી વાર પેહલા તો એ હસતો -રમતો હતો 


         એકલો  ઉદાસ બેઠેલો સ્મિત દાદી માં પાસે જઈ ને બેસી ગયો .....દાદી માં કશી પૂજા ની તૈયારી કરી રહ્યા હતા ....સ્મિત એ દાદી પાસે જઈ ને પૂછ્યું આ શું  કરો છો? દાદી માં એ કહ્યું -કાલે શિવરાત્રી છે એની તૈયારી ....,એમાં શું  કરવાનું હોય  ??? ભગવાન ની પૂજા કરવાની ,દૂધ ચડવાનુ , તરોફા નું પાણી વગેરે ...અને સ્મિત આ સાંભળી વધુ ઉદાસ થયી ગયો હોય  એવું લાગ્યું .... દિવસ પસાર થઇ ગયો 
        બીજા દિવસ ની સવાર પડી .શાંતિ ભાઈ (સ્મિત ના પાપા ) એ વહાલ થી માથા પર હાથ ફેરવી પૂછ્યું ...બેટા શું  થયું??....સ્મિત એ સહજ ભાવે કહ્યું ...પાપા તમે તો એક દિવસ શીખવાડ્યું  હતું કે ભગવાન દરેક વ્યક્તિ માં હોય  છે ...હા બેટા એ વાત સાવ સાચી જ છે  ....તો પછી તમે અને દાદી કેમ આવું કરો છો ??કાલે પેલા બુટ પાલીસ વાળો છોકરો ઉભો થયી ને ગયો ત્યારે એના પગ માં શુઝ નહતા ..તો તમે લોકો ખાલી મારા માટેજ બહુ બધા શુઝ  લાવ્યા કરો છો એના માટે એકપણ શુઝ કેમ નથી  લાવતા ??? ... બુટ પાલીસ વાળા છોકરા ને જોઇને એવું લાગતું હતું કે કદાચ એને રોજ મારા જેટલું  દૂધ પણ નહિ પીવા મળતું હોય ....ભગવાન ને દૂધ ચડવાને બદલે આપને એને ના આપી શકીએ ?? ...મંદિર માં ભગવાન તો દૂધ પીતા  પણ નથી આ છોકરા ને આપશું તો એ છોકરો પી જશે ...અને તમેજ તો કહ્યું હતું ને બધા માં ભગવાન હોય  છે ...રડમસ અવાજે ફરી એને એકજ વાત કહી ...હા જરૂર બેટા આપણે  એવુજ કરશું ..શાંતિ ભાઈ એ દીકરા ની માથે હાથ ફેરવતા કહ્યું ....પપ્પા  હજી  એક વાત કહેવી  હતી ....શાંતિ ભાઈ : બોલ ને દીકરા ....મમ્મી ને કહો ને  મારા નવા શુઝ લાવ્યા  છે એ પણ એને આપી દે ,મારી પાસે તો કેટલા બધા શુઝ છે ...એની પાસે તો કઈ નથી એ ઉઘાડા પગે ચાલે છે .....પાછળ ઉભેલા સરલા બહેન તરતજ દીકરાની વાત પામી ગયા અને કહ્યું હા બેટા જરૂર એને આપીશું અને સ્મિત ના ઉદાસ ચહેરા પર જાણે એકદમ  ખુશી  ની લહેર દોડી ગયી એ જલ્દી થી સ્કુલ જવા ખાસ કરી ને પેલા છોકરા ને મળવા ઉત્ત્સાહિત થયી ગયો ....અને એ સમય આવ્યો સરલા બેન અને શાંતિ ભાઈ એ નાનકડા સ્મિત ની ઈચ્છા પૂરી કરી ..સ્મિત ના આનંદ ની સીમા ના રહી ....અને છોકરો પણ ખુશ  હતો .
           શાંતિ ભાઈ :હું રોજ આ છોકરા પાસે આવું છું પણ ક્યારેય મને સ્મિત ની જેમ એના માટે કઈ  કરવાનો વિચાર ના આવ્યો ....ક્યારેક લાગે છે કે આપણે  શ્રીમંતો અને શિક્ષિતો  પણ બહુ જ અસંવેદનશીલ બની ગયા છીએ ...આસપાસ ની ખબર જ નથી  હોતી ....આપણા  પોતાના દીકરા માટે હજાર વસ્તુઓ લાવનાર આપણે  કેમ કોઈ ગરીબ માટે ક્યારેક એક વસ્તુ પણ લાવતા ભૂલી જઈએ  છીએ ....સરલા બહેન :સાચી વાત છે તમારી ..તમે જોયું નહિ ,સ્મિત કેટલો ખુશ  હતો ....શાંતિ ભાઈ-હા, શું  આપને એની ખુશી  બમણી ના કરી શકીએ ??? પતિ-પત્ની એ એકબીજા સામે જોયું ....જાણે બંને ને એકબીજા ના મન નો તાગ મળી ગયો ...અને તેમને ગાડી ફરી એ છોકરા પાસે લાવી ને ઉભી રાખી ....તું પઢતા હે ??? ....નહિ સાહેબ પૈસે નહિ હે .....અગર મેં તુજે પઢાઉ તો પઢેગા ??? અને છોકરા ની આંખમાં ચમક આવી ..કયું નહિ જરૂર પઢુંગા ...અને ત્યાં આસપાસ ના વાતાવરણ માં એટલા વાર્તાલાપ પછી જાણે રોનક આવી ગયી ....ત્રણેય ના ચેહરા પર સ્મિત હતું .....સ્મિત ના ચહેરા પર છોકરા ને મદદ કરી એનું ....બુટ પોલીસ વાળા છોકરા ના ચેહરા પર ભણવા જશે એનું ...અને સરલા બહેન અને શાંતિ ભાઈ ના ચહેરા પર પોતાના દીકરા ને આપેલ સંસ્કાર રૂપી ગર્વ નું ...અને આત્મસંતોષ નું ....

-- સૌમિષા 

No comments:

Post a Comment