Tuesday, June 18, 2013

એકબીજાને ગમતા રહીએ...


વિચાર કરતા વિચાર આવ્યો તારો 
કે વગર વિચાર્યે કેમ તું મારા પર છવાઈ જાય છે .
રાતે સુતા,સવારે ઉઠતા ભગવાન ને બદલે 
તારું નામ લેવાઈ જાય છે .

વિતાવેલી પળો અંકિત થઇ ગઈ સ્મરણપટ પર 
ચાલતા ચાલતા એ ચલચિત્ર દેખાઈ જાય છે .

આ-કર્ષણ નું રૂપાંતર આકર્ષણ માં, 
શા માટે એ વધુ વિસ્તરી જાય છે 
અજાણતા જ મારી ભીતર રહેલો હું,
તારી તરફ ખેચાઇ જાય છે .

આ બધું જ થઇ રહ્યું છે મારી જાણ બાહર 
નથી કોઈ દવા જે કરે આના પર અસર 

બસ સાથે આમજ મળ્યા કરીએ,અલક-મલક ની વાતો કરીએ 
તું શોધ મને તુજ માં હું શોધુ  તને મુજ માં, આમજ સંતાકુકડી રમતા રહીએ 

એકબીજાને ગમતા રહીએ એકબીજાને ગમતા રહીએ ...

--સૌમિષા 

No comments:

Post a Comment