બહુ લાંબા સમય મિત્રો ને મળવાનું થયું .... તેને ઉપલક્ષ્ય માં માણો આ કાવ્ય ...
સૌ મળ્યા પ્રસંગ બન્યા,
જૂની યાદો ના સંભારણા ઝર્યા ...
હસી-મજાક ખુશી ની વાતો,
અજાણતા માં કેવા હૃદય મળ્યા ...
સ્વાર્થ,છળ- કપટ ની આ દુનિયા માં,
ની:સ્વાર્થ ,નિર્મળ વ્યવહાર મળ્યા...
સમય અવિરત છે વીતતો જ રહેશે,
બે ઘડી વાગોળવા સંસ્મરણો મળ્યા ...
સુંદર સંબંધ,સુંદર સમય,સુંદર સમન્વય ,
જુઓ આજે ચોઘડિયા કેવા ખરા મળ્યા ...
--- સૌમિષા